કેન્દ્રિય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, દેશમાં ટકાઉ ઇલેક્ટ્રોનિક ઘટકોના ઉત્પાદનને પ્રોત્સાહન આપવા સરકાર નવી યોજના શરૂ કરશે. ગઈકાલે નવી દિલ્હીમાં ET વર્લ્ડ લીડર ફોરમને સંબોધતા શ્રી વૈષ્ણવે જણાવ્યું કે દેશમાં ઉપયોગમાં લેવાતા તમામ મોબાઈલ ફોનમાંથી 99 ટકાથી વધુ દેશમાં બને છે. તેણે કહ્યું કે આ વર્ષે એપલ કંપની ભારતમાં પોતાનો નવો ફોન બનાવશે.
કેન્દ્રિય મંત્રી અશ્વિની વૈષ્ણવે ઉંમેર્યું કે દેશમાં ઈલેક્ટ્રોનિક ઘટકોનું ઉત્પાદન વર્ષ 2013-14માં 29 અબજ ડોલરનું હતું, જે 2022-23માં વધીને 105 અબજ ડોલર થયું છે. તેમણે કહ્યું કે સરકારે પોતાના ત્રીજા કાર્યકાળમાં રેલવે, રોડ, હવાઈમથક અને બંદર સંબંધિત બે ટ્રિલિયન ડોલરના પ્રોજેક્ટને મંજૂરી આપી છે. શ્રી વૈષ્ણવે કહ્યું કે સરકાર એ સુનિશ્ચિત કરવા માંગે છે કે ઇન્ફોર્મેશન ટેક્નોલોજી સાથે જોડાયેલી મોટી કંપનીઓનો ટેક્નોલોજી પર એકાધિકાર ન હોય.
Site Admin | સપ્ટેમ્બર 1, 2024 3:02 પી એમ(PM) | અશ્વિની વૈષ્ણવ