કેન્દ્રિય પંચાયતી રાજ મંત્રાલય અને યુનિસેફે સેવા વ્યવસ્થા મજબૂત કરવા અને સામાજીક પરિવર્તનમાં લોકોની ભાગીદારી વધારવા સાથે મળીને કામ કરવાનો નિર્ણય લીધો છે. પંચાયતી મંત્રાલયની યાદીમાં જણાવ્યા મુજબ આ પગલાથી ગ્રામીણક્ષેત્રમાં સેવાઓની વ્યવસ્થા મજબૂત થશે. લોકો સાથેનો સંપર્ક વધશે તેમજ સ્થાનિકક્ષેત્રોમાં વિકાસ લક્ષ્યો ઝડપથી મેળવી શકાશે. સરકાર નવી ટેકનોલોજીના અસરકારક ઉપયોગ વડે ગ્રામીણક્ષેત્રોમાં વિકાસનીતીઓના અસરકારક અમલ માટે કટિબદ્ધ છે.
Site Admin | સપ્ટેમ્બર 6, 2024 7:44 પી એમ(PM)