કેન્દ્રિય જળશક્તિમંત્રી સી.આર.પાટીલે આજે નવસારીમાં રાજકક્ષાના કૃષિમેળાનો અને એગ્રો ટેક્ષટાઇલ પાર્કનું ઉદઘાટન કર્યું હતું. આ પ્રસંગે કૃષિમંત્રી રાઘવજી પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
શ્રી પાટીલે કૃષિમેળાનો પ્રારંભ કરાવતાં કહ્યું હતું કે, કૃષિ અને ખેડૂતોનો સર્વાંગીણ વિકાસનો સંકલ્પ સાકાર થઇ રહ્યો છે. વિકસિત ભારતમાં ખેડૂતોનું મહત્વનું યોગદાન હશે. આ પ્રસંગે રાજયના કૃષિમંત્રી રાઘવજી પટેલે કહ્યું હતું કે, ખેડૂતોનો આર્થિક ઉત્કર્ષ અને સુખાકારી સરકારના હૈયે વસેલી છે. નવસારી સહિત દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં ડાંગરના પાકની નુકસાની બદલ સહાય ટુંક સમયમાં આપવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, નવસારી કૃષિ યુનિવર્સિટીના પટાંગણમાં ત્રણ દિવસ સુધી ચાલનારા કૃષિ મેળામાં રાજયના 25 હજારથી વધુ ખેડૂતોને કૃષિ ક્ષેત્રની નવી ટેકનોલોજી અને નવા સંશોધનોથી માહીતગાર કરાશે.
Site Admin | ડિસેમ્બર 21, 2024 7:23 પી એમ(PM)
કેન્દ્રિય જળશક્તિમંત્રી સી.આર.પાટીલે આજે નવસારીમાં રાજકક્ષાના કૃષિમેળાનો અને એગ્રો ટેક્ષટાઇલ પાર્કનું ઉદઘાટન કર્યું હતું
