કેન્દ્રીય કાપડ મંત્રી ગિરીરાજ સિંહે જણાવ્યું કે, ‘વર્ષ 2030 સુધીમાં દેશના કાપડ ઉદ્યોગનો વકરો એટલે કે, ટર્નઑવરને 350 અબજ ડૉલર સુધી પહોંચાડવાનો કેન્દ્ર સરકારનો લક્ષ્યાંક છે.’
સુરતમાં ગઈકાલે પીએમ મિત્ર પાર્ક અંગે કેન્દ્ર અને રાજ્ય સરકારના અધિકારીઓ સાથેની સમીક્ષા બેઠક દરમિયાન શ્રી સિંહે આ મુજબ જણાવ્યું હતું.
નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના વાંસી બોરસી ખાતે એક હજાર 141 એકરમાં પીએમ મિત્ર પાર્કનું નિર્માણ થઈ રહ્યું છે. આ માટે શ્રી સિંહે જમીનના સ્તર, પાણી અને વીજળી પૂરવઠા, પાણીના નિકાલ માટેના સંયંત્ર પ્લગ અને પ્લે સુવિધાઓની કામગીરીની સમીક્ષા કરી જરૂરી સૂચનો આપ્યા હતા.
Site Admin | નવેમ્બર 29, 2024 8:55 એ એમ (AM)
કેન્દ્રિય કાપડમંત્રીએ કહ્યું કે, વર્ષ 2030 સુધીમાં દેશના કાપડ ઉદ્યોગના ટર્નઑવરને 350 અબજ ડૉલર સુધી પહોંચાડાશે
