કેન્દ્રશાસિત પ્રદેશ દીવના સાઉદવાડી ખાતે આજે મિશન વાત્સલ્ય અંતર્ગત ચૂંટાયેલા પ્રતિનિધિઓની બેઠક યોજાઈ ગઈ. આ કાર્યક્રમ દરમિયાન બાળ સુરક્ષા એકમ દીવનાં અધિકારી મૈત્રી ભટ્ટે પ્રતિનિધિઓને પોક્સો કાયદા તથા બાળ અધિકાર, બાળ મજૂરી અને બાળકોને લગતા કાયદાઓનું માર્ગદર્શન આપ્યું હતું. ઉપરાંત બાળકોને પજવણી થાય તો 1098માં ફોન કરીને ફરિયાદ કરવા જણાવ્યું.
Site Admin | જાન્યુઆરી 29, 2025 7:04 પી એમ(PM) | કેન્દ્રશાસિત પ્રદેશ
કેન્દ્રશાસિત પ્રદેશ દીવના સાઉદવાડી ખાતે આજે મિશન વાત્સલ્ય અંતર્ગત ચૂંટાયેલા પ્રતિનિધિઓની બેઠક યોજાઈ
