કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં શહીદ સ્મારક ખાતે આજે મુક્તિ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. દરમિયાન દીવના કલેક્ટર, જિલ્લા પોલીસ વડા સહિતના અધિકારીઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, કર્મચારીઓ તથા સેનાના જવાનોએ શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. દીવના કલેક્ટર રાહુલ દેવ બુરાએ ઉપસ્થિત લોકોને દમણ-દીવ અને ગોવાને કઈ રીતે આઝાદી મળી અને કેટલા જવાનોએ બલિદાન આપ્યું તે અંગે જાણકારી આપી હતી.
આ તરફ દમણમાં મુક્તિ દિવસ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં નાયબ કલેક્ટર આરતી અગ્રવાલે આઝાદીના લડવૈયાઓનું સન્માન કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે, કેન્દ્રશાસિત પ્રદેશ દમણ-દીવ અને ગોવા રાજ્ય વર્ષ 1961ના આજના દિવસે પોર્ટુગીઝના શાસનમાંથી મુક્ત થયું હતું.
Site Admin | ડિસેમ્બર 19, 2024 4:16 પી એમ(PM) | દીવ