કેન્દ્રશાસિત પ્રદેશ દીવના વણાકબારા ખાતે રાષ્ટ્રીય અવકાશ દિવસના ઉપલક્ષ્યમાં માછીમારો માટે વીડિયો કૉન્ફરન્સ દ્વારા સેમિનાર યોજાઈ ગયો. અહીં નિષ્ણાતોએ મત્સ્ય ઉદ્યોગ ક્ષેત્રે અવકાશ તકનીક, વિવિધ ઉપકરણો સહિતની માહિતી માછીમારોને આપી હતી. ફિશરીઝ વિભાગ દીવ અને ભારત સરકારના મત્સ્યોદ્યોગ સર્વેક્ષણ મુંબઈના સહયોગથી રાષ્ટ્રીય અવકાશ દિવસની ઉજવણીના ભાગરૂપે આ કાર્યક્રમ યોજાયો હતો.
આગામી સમયમાં માછીમારો વાતાવરણ, બોટની ઝડપ, કટોકટી, સંદેશ, દેખરેખ, માછલીનો જથ્થો, બોટ માલિક, માછીમારી દરમિયાન બોટ ક્યાં છે સહિતની માહિતી મેળવી શકે તે માટે ઇસરો માછીમારોની બોટમાં એક સાધન પણ લગાવશે. આ સાધન અંગેની માહિતી પણ તેમને આપવામાં આવી હતી.