કેન્દ્રશાસિત પ્રદેશ દીવની સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળામાં રાષ્ટ્રીય અવકાશ દિવસ-2024ના ઉપલક્ષ્યામાં વિવિધ સ્પર્ધા યોજાઈ ગઈ. ઈસરો, અમદાવાદ અને શાળાના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા કાર્યક્રમમાં નિબંધ, વાર્તા, કવિતા લેખન, ચિત્ર સ્પર્ધા, પ્રશ્નોત્તરી જેવી સ્પર્ધા યોજાઈ હતી. દરમિયાન ઈસરોના વૈજ્ઞાનિકોએ વિદ્યાર્થીઓને ઉપગ્રહોની વિસ્તૃત માહિતી આપી હતી. આ પ્રસંગે દીવના નાયબ કલેક્ટર શિવમ્ મિશ્રા સહિતના મહાનુભાવોએ વિજેતા વિદ્યાર્થીઓને ઈનામ અને પ્રમાણપત્ર એનાયત કર્યા હતા.
Site Admin | ઓગસ્ટ 8, 2024 5:19 પી એમ(PM)
કેન્દ્રશાસિત પ્રદેશ દીવની સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળામાં રાષ્ટ્રીય અવકાશ દિવસ-2024ના ઉપલક્ષ્યામાં વિવિધ સ્પર્ધા યોજાઈ ગઈ
