કેન્દ્રશાસિત પ્રદેશ દાદરાનગર હવેલીની દપાડા પંચાયતમાં GPDP એટલે કે, ગ્રામ પંચાયત વિકાસ યોજનાની મંજૂરી માટે ગ્રામસભા યોજાઈ ગઈ. સરપંચ નીતા તુમડાની અધ્યક્ષતામાં યોજાયેલી આ સભામાં ડામર, સીસી રોડ, સ્ટ્રિટ લાઈટ, પાઈપલાઈન, સ્મશાન, બ્રિજ, શાળા, આંગણવાડી, સામાજિક કાર્યો, મનરેગા સહિત GPDPના વિવિધ કામની કાર્યયોજનાને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હતી.
Site Admin | જાન્યુઆરી 9, 2025 3:19 પી એમ(PM) | દાદરાનગર હવેલી