કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ દીવની સરકારી શાળાના વિદ્યાર્થીઓએ એસ્ટોનિયા યુરોપમાં યોજાયેલી રોબોટેક્સ સ્પર્ધામાં ભાગ લીધો હતો. ભારતીય રાજદૂતભવન દ્વારા આ વિદ્યાર્થીઓનું સન્માન કરાયું હતું. લાઈન-ફોલોઇંગ રોબોટ, ફાયર ફાઇટિંગ રોબોટ, ફોક રેસ અને એંટરપ્રેન્યોરશિપ ચેલેન્જમાં ભાગ લઇ વિદ્યાર્થીઓએ ઉત્તમ પ્રદર્શન કર્યું. તેમણે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સથી પ્રેરિત પ્રોજેક્ટ જેવા એઆઈ બેસ્ડ વેસ્ટ સેગરેગેશન સીસ્ટમ બાળકોની દેખભાળ માટે રોમા રોબોટ અને મિક્સડ રીયાલીટી એપ પ્રસ્તુત કરી હતી.
Site Admin | ડિસેમ્બર 15, 2024 8:20 એ એમ (AM) | કેન્દ્રશાસિત પ્રદેશ