ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

સપ્ટેમ્બર 29, 2024 7:07 પી એમ(PM) | કેન્દ્રશાસિત પ્રદેશ

printer

કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગરહવેલીના દુધની ગામને પ્રવાસનમંત્રાલય દ્વારા શ્રેષ્ઠ પ્રવાસન ગામનો પુરસ્કાર એનાયત કરાયો

કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગરહવેલીના દુધની ગામને પ્રવાસનમંત્રાલય દ્વારા શ્રેષ્ઠ પ્રવાસન ગામનો પુરસ્કાર એનાયત કરાયો છે. દમણના અમારા પ્રતિનિધિ પ્રદિપ ભાવસાર જણાવે છે કે, નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાંવિશ્વ પ્રવાસન દિવસ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં પ્રવાસન મંત્રાલય દ્વારા “જવાબદારપ્રવાસન મોડેલ”માં ઉત્કૃષ્ટ દેખાવ બદલ આ ગામનું સન્માનકરાયું છે. પોતાની ટકાઉ અને જવાબદાર પ્રવૃત્તિઓ માટે પ્રવાસીઓને આકર્ષીને દુધનીગામે આ સિદ્ધિ હાંસલ કરી છે. દુધની ગામ એ કુદરતી અને સાંસ્કૃતિક વારસા માટે વિશ્વવિખ્યાત પણ છે.કેન્દ્રશાસિત પ્રદેશના પ્રવાસન સચિવ એસ. અસ્કર અલીએ કહ્યું કે, ‘આ સન્માન રાજ્યને એક મુખ્યપ્રવાસન સ્થળ તરીકે સ્થાપિત કરવાની તેમની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવે છે.’

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ