કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં પ્રશાસક પ્રફુલ પટેલ દ્વારા હર ઘર તિરંગા અભિયાનનો પ્રારંભ કરાયો છે. આ પ્રસંગે, નીફટ અને એન્જિનિયરિંગ કોલેજ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો તેમજ શાળાના પ્રિન્સિપાલ અને માજી સેના અધિકારીઓને તિરંગા આપવામાં આવ્યા.
આવતીકાલે કચ્છના કોટેશ્વર, માંડવી બીચ, માતાના મઢ તથા ધોળાવીરામાં અને ૧૧ ઓગસ્ટના રોજ ભુજમાં જિલ્લા કક્ષાના કાર્યક્રમ અંતર્ગત તિરંગા યાત્રા યોજાશે. તેમાં પોલીસ જવાનો, શાળાના બાળકો, પરંપરાગત લોક નૃત્ય કલાકારો, રમતવીરો, તથા મોટી સંખ્યામાં નાગરિકો જોડાશે. સરહદી વિસ્તાર ધરાવતા કચ્છના ૫૯ ગામમાં તિરંગા યાત્રા 13 મીએ યોજાશે. જિલ્લામાં 99 હજાર થી વધુ તિરંગાનુ વિતરણ કરવામાં આવશે.
વડોદરા જિલ્લાના વિવિધ ગામોમાં તબક્કાવાર તિરંગા યાત્રા યોજાઇ રહી છે. તેના ભાગરૂપે, પ્રાથમિક શાળાઓમાં બાળકો માટે વિવિધ વિષયો આધારિત નિબંધ સ્પર્ધાઓ યોજાઇ હતી.
Site Admin | ઓગસ્ટ 9, 2024 7:28 પી એમ(PM) | હર ઘર તિરંગા