કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં ખોરાકી ઝેરની અસર થવાથી 52 ગાયોના મરણ થયા છે. નાની દમણ દલવાડા ગામ ખાતે આવેલ જય જલારામ ગૌશાળામાં શનિવારે ગાયોના મોત થયા હતા.. અત્યાર સુધીમાં 52 ગાયોના મોત થયા છે..
એક કંપની દ્વારા અપાયેલી સમોસાની પટ્ટી વધારે ખાતા આ ગાયોને ખોરાકી ઝેરની અસર થઇ હતી..પશુ સારવાર વિભાગના કર્મચારીઓ ઘટના સ્થળે આવીને ગાયોની સારવાર શરૂ કરી છે..12 થી વધારે ગાયોની સારવાર ચાલી રહી છે. પોલીસ વિભાગ દ્વારા સમોસા પટ્ટીના સેમ્પલ લેવામાં આવ્યા છે અને ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે.