કેન્દ્રશાસિત પ્રદેશ દમણ ખાતે વિકસિત ભારત યુવા સંસદ ભાષણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં યુવા શક્તિને રાષ્ટ્ર નિર્માણમાં સક્રિયપણે ભાગ લેવા અને રાજકીય વિચાર પ્રક્રિયાને પ્રોત્સાહન આપવા માટે પ્રેરિત કરવામાં આવ્યા. આ સ્પર્ધામાં દાદરા અને નગર હવેલી, દમણ અને દીવ ત્રણેય જિલ્લાઓના યુવા સ્પર્ધકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. અમારા પ્રતિનિધિ પ્રદિપ ભાવસાર જણાવે છે કે આ સ્પર્ધાના ટોચના ત્રણેય વિજેતાઓ આયુષ ચૌધરી, દિવ્યાંશ જોશી અને હર્ષવર્ધન સિંહ રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધામાં કેન્દ્રશાસિત પ્રદેશનું પ્રતિનિધિત્વ કરશે.
Site Admin | માર્ચ 23, 2025 3:16 પી એમ(PM)
કેન્દ્રશાસિત પ્રદેશ દમણ ખાતે વિકસિત ભારત યુવા સંસદ ભાષણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું
