કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના હેઠળ મહિલાઓ માટે મફત ડ્રાઇવિંગ ક્લાસીસ શરૂ કરવામાં આવ્યા છે.દમણથી અમારાં પ્રતિનિધિ પ્રદીપ ભાવસાર જણાવે છે કે,25 મહિલાઓની પ્રથમ બેચ સાથે રીવન્ટામાં ડ્રાઇવિંગ ક્લાસીસ શરૂ કરવામાં આવ્યા છે.મહિલાઓને સક્ષમ બનાવવાના હેતુથી શરૂ કરાયેલા આ ડ્રાઇવિંગ કોર્સ પછી, લાઇસન્સ પણ આપવામાં આવશે. જરૂરિયાતમંદ મહિલાઓ માટે સ્કૂલ વેન લોન પર ઉપલબ્ધ કરવામાં આવશે, જેથી તેઓ આત્મનિર્ભર બની રોજગાર મેળવી શકે.
Site Admin | ફેબ્રુવારી 21, 2025 6:09 પી એમ(PM) | જરૂરિયાતમંદ
કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના હેઠળ મહિલાઓ માટે મફત ડ્રાઇવિંગ ક્લાસીસ શરૂ કરવામાં આવ્યા
