કેન્દ્રશાસિત પ્રદેશ દમણ ખાતે તટ રક્ષકના 49મા સ્થાપના દિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા. બે દિવસના આ કાર્યક્રમમાં દમણ, વાપી, સિલવાસા અને વડોદરાની વિવિધ શાળા-કોલેજોના 800 વિદ્યાર્થીએ ભાગ લીધો.
અમારા પ્રતિનિધિ પ્રદીપ ભાવસાર જણાવે છે કે આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને તટ રક્ષકની પ્રવૃત્તિઓથી વાકેફ કરાયા અને મૂળભૂત સલામતીના પગલાં વિશે માહિતી આપવામાં આવી. ઉપરાંત અગ્નિ પ્રદર્શન અને હેલિકોપ્ટર એરોબેટિક શૉ સહિતના કાર્યક્રમ પણ યોજાયા.
Site Admin | ફેબ્રુવારી 16, 2025 7:26 પી એમ(PM)
કેન્દ્રશાસિત પ્રદેશ દમણ ખાતે તટ રક્ષકના 49મા સ્થાપના દિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા
