કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કા માટે પ્રચાર આજે થંભી જશે. આ તબક્કામાં સાત જિલ્લાના ડોડા, કિશ્તવાડ, રામબન, અનંતનાગ, પુલવામા, કુલગામ અને શોપિયાં જેવા 24 વિધાનસભા મતવિસ્તારમાં 18 સપ્ટેમ્બરે મતદાન થશે.
જ્યારે બીજા અને ત્રીજા તબક્કા માટે 25 સપ્ટેમ્બરે અને પહેલી ઑક્ટોબરે મતદાન થશે. આ ચૂંટણીની મતગણતરી આઠ ઑક્ટોબરે થશે. જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં 90 બેઠક છે, જેમાંથી 74 સામાન્ય બેઠક, સાત અનુસૂચિત જાતિ અને નવ બેઠક અનુસૂચિત જનજાતિ માટે અનામત છે.
Site Admin | સપ્ટેમ્બર 16, 2024 2:50 પી એમ(PM) | ચૂંટણી | જમ્મુ કાશ્મીર