કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરમાં આગામી વિધાનસભા ચૂંટણીના ત્રીજા તબક્કા માટે આજે જાહેરનામું બહાર પાડવામાં આવશે. આ તબક્કા હેઠળ ઉમેદવારો 12 સપ્ટેમ્બર સુધી ઉમેદવારી નોંધાવી શકશે. નામાંકન પત્રોની ચકાસણી 13 સપ્ટેમ્બરે કરવામાં આવશે જ્યારે 17 સપ્ટેમ્બર સુધી ઉમેદવારીપત્ર પાછું ખેચી શકશે. આ તબક્કામાં 1 ઓક્ટોબરે કેન્દ્રશાસિત પ્રદેશની ચાલીસ વિધાનસભા મતવિસ્તારોમાં ચૂંટણી યોજાશે. દરમ્યાન, 26 વિધાનસભા મતવિસ્તારો માટે 25 સપ્ટેમ્બરે યોજાનારી ચૂંટણીના બીજા તબક્કા માટે આજે ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ છે.
આવતીકાલે ઉમેદવારી પત્રોની ચકાસણી હાથ ધરાશે જ્યારે આ તબક્કામાં ઉમેદવારો દ્વારા નામ પરત ખેંચવાની છેલ્લી તારીખ 9 સપ્ટેમ્બર રહેશે. ઉલ્લેખનીય છે કે 24 વિધાનસભા બેઠકો માટે 18 સપ્ટેમ્બરે યોજાનારી પ્રથમ તબક્કાની ચૂંટણીના માટે તૈયારીઓ કરાઇ રહી છે અને પારદર્શક, ન્યાયી અને શાંતિપૂર્ણ ચૂંટણીઓ સુનિશ્ચિત કરવા માટે મતદાન કર્મચારીઓને જરૂરી તાલીમ આપવામાં આવી રહી છે
Site Admin | સપ્ટેમ્બર 5, 2024 10:31 એ એમ (AM) | #ECI #JammuAndKashmirElections #akashvani
કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરમાં આગામી વિધાનસભા ચૂંટણીના ત્રીજા તબક્કા માટે આજે જાહેરનામું બહાર પાડવામાં આવશે.
