કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મૂ કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે. જેની તૈયારીઓના ભાગ રૂપે મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારના વડપણ હેઠળ ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર અને ડૉ એસ. એસ સંધુ જમ્મૂ કાશ્મીરની બે દિવસીય પ્રવાસે છે. આ મુલાકાત રાજ્યમાં એકીકૃત અને પારદર્શક ચૂંટણી પ્રક્રિયાને સરળ બનાવવા માટે ચૂંટણી પંચની અતૂટ પ્રતિબદ્ધતાને દર્શાવે છે.
ગઈકાલે ચૂંટણી પંચની ટુકડીએ પ્રદેશ વિશેની આંતરિક સમજ અને પડકારોના ઉકેલ માટે રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરના પ્રતિનિધિઓ ઉપરાંત વિવિધ હિત ધારકો સાથે ચર્ચા કરી હતી. ચૂંટણી પંચના આ ઉચ્ચ અધિકારીઓ આજે મુખ્ય સચિવ અને પોલીસ મહાનિર્દેશક સાથે બેઠક કરશે. જે બાદ તેઓ અમલીકરણ એજન્સીઓ સાથે સમીક્ષા માટે જમ્મુ જશે અને પત્રકારો સાથે વાતચીત કરશે.
Site Admin | ઓગસ્ટ 9, 2024 11:12 એ એમ (AM) | વિધાનસભા ચૂંટણી