ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

સપ્ટેમ્બર 18, 2024 2:26 પી એમ(PM)

printer

કેન્દ્રની મોદી સરકારે ત્રીજી વખત સત્તામાં આવ્યા બાદ પ્રથમ 100 દિવસ પૂર્ણ કર્યા છે

કેન્દ્રની મોદી સરકારે ત્રીજી વખત સત્તામાં આવ્યા બાદ પ્રથમ 100 દિવસ પૂર્ણ કર્યા છે. આ સમયગાળા દરમિયાન સરકારે ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ખેડૂતો, મધ્યમ વર્ગ,મહિલાઓ અને યુવાનો પર ધ્યાન કેન્દ્રિત કરીને 15 લાખકરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સ લોન્ચ કર્યા. જોડાણ અને વિકાસમાં સુધારો કરવાના હેતુથી સરકાર દ્વારા વિવિધ પ્રોજેક્ટ્સને મંજૂરી આપવા સાથે, સમગ્ર દેશમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી રહી છે.

અમારા સંવાદદાતા જણાવે છે કે વિકસીત ભારતનો માર્ગ મોકળો કરતા,મોદી સરકારે છેલ્લા 100 દિવસમાં 3 લાખ કરોડ રૂપિયાના પ્રોજેક્ટને મંજૂરી આપી છે,જેમાં સુધારેલા રસ્તાઓ, રેલ્વે, બંદરો અને હવાઈ માર્ગો દ્વારા જોડાણો વધારવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.

ચાવીરૂપ પહેલો પૈકી, ઉચ્ચ-પ્રદર્શન બાયો-મેન્યુફેક્ચરિંગને પ્રોત્સાહન આપવા માટે, સરકારે BIO E3 નીતિ રજૂ કરી છે, જેનો ઉદ્દેશ્ય આર્થિક લાભો પહોંચાડવા, પર્યાવરણીય સ્થિરતાને ટેકો આપવા અને નોકરીઓનું સર્જન કરવાનો છે.મુદ્રા લોન મર્યાદા 10 લાખથી વધારીને 20લાખ રૂપિયા કરવામાં આવી હોવાથી નાના ઉદ્યોગોને સશક્ત બનાવવામાં આવ્યા છે,

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ