કેન્દ્રના ગ્રાહક બાબતોના વિભાગે જણાવ્યું છે કે, સારા પુરવઠાને કારણે એક મહિનામાં ટામેટાના ભાવમાં 22 ટકાથી વધુનો ઘટાડો થયો છે.
સત્તાવાર યાદીમાં કહયું છે કે, શાકબજારોમાં ભાવ ઘટવાથી ટામેટાના છૂટક ભાવમાં ઘટાડો થઈ રહ્યો છે. 14મી નવેમ્બર, 2024ના રોજ અખિલ ભારતીય સરેરાશ છૂટક કિંમતો 52 રૂપિયા અને ૩પ પૈસા પ્રતિ કિલોગ્રામ હતી જે 14મી ઓક્ટોબર, 2024ના રોજ સાડાં સડસઠ રૂપિયા પ્રતિ કિલોગ્રામની સરખામણીએ 22.4% ઓછી છે.
આ જ સમયગાળા આઝાદપુર મંડીમાં મોડલના ભાવમાં લગભગ 50% ઘટાડો થયો હતો.
Site Admin | નવેમ્બર 17, 2024 7:39 પી એમ(PM)