ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

કેન્દ્રએ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પોલીસ સ્ટેશનને સાક્ષીઓની તપાસ માટેના સ્થળ તરીકે ઉપયોગમાં ન લેવા જણાવ્યું

કેન્દ્રએ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કહ્યું છે કે પોલીસ સ્ટેશન અને પોલીસ વિભાગના નિયંત્રણ હેઠળની જગ્યાને સાક્ષીઓની તપાસ માટેના સ્થળ તરીકે ઉપયોગમાં ન લેવામાં આવે.કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ આ અંગે તમામ રાજ્યના મુખ્ય સચિવો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પત્ર લખ્યો છે. તમામ પોલીસ સ્ટેશનોને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, 2023 હેઠળ ઓડિયો-વિડિયો ઈલેક્ટ્રોનિક માધ્યમો દ્વારા સાક્ષીઓની તપાસ માટેના સ્થળની પસંદગી કરવા જણાવાયું છે.
ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષ્ય અધિનિયમના ત્રણ નવા ફોજદારી કાયદાઓ આ મહિનાની 1લી તારીખથી અમલમાં આવ્યા છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ