કેન્દ્રએ દૂરસંચાર સેવાઓને મજબૂત કરવા અને સેવાઓની નિયમિતતા જાળવી રાખવા માટે દૂરસંચાર સેવાઓ માટે આજે 96 હજાર કરોડ રૂપિયાથી વધુની કિંમતના સ્પેક્ટ્રમની હરાજી શરૂ કરી છે. સંચાર મંત્રાલયે જણાવ્યું, હરાજી કરવામાં આવી રહેલા સ્પેક્ટ્રમની કુલ રકમ 10 હજાર 522 પોઈન્ટ 35 મેગાહર્ટ્ઝ છે.
મંત્રાલયે જણાવ્યું કે, સ્પેક્ટ્રમ 20 વર્ષના સમયગાળા માટે ફાળવવામાં આવશે અને આ માટે ઉપયોગ ખર્ચ લેવામાં નહીં આવે. આ હરાજીના દ્વારા લેવામાં આવેલા સ્પેક્ટ્રમને ઓછામા ઓછા 10 વર્ષના સમયગાળા પછી જ પરત કરી શકાશે.
Site Admin | જૂન 25, 2024 3:01 પી એમ(PM) | દૂરસંચાર | સ્પેક્ટ્રમ