કેન્દ્રએ આજે રાજ્ય સરકારોને એક લાખ 73 હજાર 30 કરોડ રૂપિયાના કરવેરા ટ્રાન્સફર કર્યા. અગાઉ, ડિસેમ્બર 2024 માં 89 હજાર 86 કરોડ રૂપિયાની કરવેરા રકમ ટ્રાન્સફર કરવામાં આવી હતી. એક નિવેદનમાં, નાણા મંત્રાલયે જણાવ્યું હતું કે આ મહિને રાજ્યોને તેમના મૂડી ખર્ચમાં વધારો કરવા અને વિકાસ અને કલ્યાણ ખર્ચને નાણાં પૂરા પાડવા સક્ષમ બનાવવા માટે વધુ ભંડોળ ટ્રાન્સફર કરવામાં આવી રહ્યું છે. ઉત્તરપ્રદેશને સૌથી વધુ હિસ્સો 31 હજાર કરોડથી વધુ ટ્રાન્સફર કરાયા, ત્યારબાદ બિહાર અને મધ્યપ્રદેશનો ક્રમ આવે છે.
Site Admin | જાન્યુઆરી 10, 2025 6:53 પી એમ(PM) | કેન્દ્ર