કેનેડામાં ભારતનાં હાઇ કમિશનર અને અન્ય રાજદ્વારીઓ કેનેડામાં ચાલી રહેલા એક તપાસ કેસમાં હિત ધારકો હોવાનાં દાવાને ભારતે ભારપૂર્વક ફગાવી દીધા છે. આ અંગે કેનેડા સરકારને જવાબ આપતા વિદેશમંત્રાલયે આ દાવાને આરોપવિહોણો ગણાવીને જણાવ્યું કે, કેનેડાની ટ્રુડો સરકારનો આ વોટ બેન્કનાંરાજકારણનો એજન્ડા છે. મંત્રાલય તરફથી જારી કરાયેલા નિવેદનમાં જણાવાયું છે કે, ગયા વર્ષે સપ્ટેમ્બરમાં ટ્રુડો સરકારે ભારત પર કેટલાંક આરોપ લગાવ્યા હતા અને ભારત તરફથીસતત સાબિતી માંગવા છતાં કેનેડા સરકારેહજુ સુધી કોઈ જવાબ નથી આપ્યો. કેનેડા સરકારે જે તાજા આરોપ લગાવ્યા છે, તે પણસાબિતી વગરનાં છે. વિદેશ મંત્રાલયે વધુમાં જણાવ્યું છે કે, કેનેડામાંગેરકાયદેસર રીતે રહેતા કેટલાંક લોકોને ઝડપથી ત્યાંનું નાગરિકત્વ આપવામાં આવ્યું, જ્યારે ત્યાં રહેતા આતંકવાદીઓ અને સંગઠિત ગેંગનાં વડા માટે ભારત સરકારે કરેલીપ્રત્યાર્પણ માંગણીનો અસ્વીકાર કરવામાં આવે છે.
Site Admin | ઓક્ટોબર 14, 2024 7:44 પી એમ(PM)
કેનેડામાં ભારતનાં હાઇ કમિશનર અને અન્ય રાજદ્વારીઓ કેનેડામાં ચાલી રહેલા એક તપાસ કેસમાં હિત ધારકો હોવાનાં દાવાને ભારતે ભારપૂર્વક ફગાવી દીધા છે
