કેનેડામાં ફરી એક વાર પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડોનાં રાજીનામાની માંગણીએ જોર પકડ્યું છે.નાયબ પ્રધાનમંત્રી અને નાણાં મંત્રી ક્રિસ્ટિયા ફ્રીલેન્ડે અમેરિકાના પદનામિત રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ ધમકીઓ અંગે તેમની સાથે અસંમત થયા પછી આશ્ચર્યજનક પગલામાં બંને હોદ્દા પરથી રાજીનામું આપ્યાબાદ પ્રધાનમંત્રી ટ્રુડોનાં રાજીનામાની માંગણી થઈ રહી છે. ફ્રીલેન્ડનું રાજીનામું ટ્રુડો સામે મંત્રીમંડળમાંથી પ્રથમ ખુલ્લો અસંતોષ અને તેમની સત્તા સામે પડકાર છે.લિબરલ પાર્ટીના ત્રીજાસાંસદે કેનેડામાં સત્તા પરિવર્તનની માંગણી કરતા દેશમાં રાજકીય કટોકટી ઘેરી બની છે.આ સાથે હાઉસ ઓફ કોમન્સનાં 153 સભ્યોમાંથી 60 સભ્યોએ ટ્રુડોની હકાલપટ્ટીની માંગણી કરી છે.
Site Admin | ડિસેમ્બર 17, 2024 6:16 પી એમ(PM)
કેનેડામાં ફરી એક વાર પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડોનાં રાજીનામાની માંગણીએ જોર પકડ્યું
