કેનેડામાં કથિત હસ્તક્ષેપ સંબંધિત કથિત પ્રવૃત્તિઓનો દાવો કરતા કેનેડિયન અહેવાલને ભારતે ફગાવી દીધો છે. વિદેશમંત્રાલયે આરોપોને ફગાવતાં ભારપૂર્વક કહ્યું કે, વાસ્તવિકતા એ છે કે કેનેડા જ ભારતની આંતરિક બાબતોમાં સતત દખલ કરી રહ્યું છે.
વિદેશમંત્રાલયે વધુમાં જણાવ્યું કે, આવી દખલગીરી ગેરકાયદેસર સ્થળાંતર અને સંગઠિત ગુનાહિત પ્રવૃત્તિઓ માટે વાતાવરણ પણ ઊભું કરે છે. ભારત વિશેના અહેવાલના સંકેતોને નકારી કાઢતા, વિદેશમંત્રાલયે કહ્યું કે, ગેરકાયદેસર સ્થળાંતરને વધુ બળવત્તર બનાવતી કોઇ પણ પ્રવૃત્તિને ચલાવાશે નહી.
Site Admin | જાન્યુઆરી 29, 2025 11:54 એ એમ (AM)
કેનેડામાં કથિત હસ્તક્ષેપ સંબંધિત કથિત પ્રવૃત્તિઓનો દાવો કરતા કેનેડિયન અહેવાલને ભારતે ફગાવી દીધો
