કેનેડાની સરકારે શુક્રવારે કેનેડામાં ગુનાઇત પ્રવૃત્તિઓ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, વિદેશમંત્રી એસ જયશંકર અને રાષ્ટ્રીય સલાહકાર અજીત ડોભાલ વચ્ચે જોડાણ અંગે ઔપચારિક રીતે સ્પષ્ટતા કરી હતી. પ્રિવિ કાઉન્સિલના ડેપ્યુટી ક્લાર્ક અને કેનેડાના પ્રધાનમંત્રીના રાષ્ટ્રીય સલામતી અને ગુપ્તર સલાહકાર નાથાલી ડ્રોઉઇને એક નિવેદનમાં જણાવ્યું છે કે, કેનેડામાં ગુનાઇત પ્રવૃત્તિઓને પ્રધાનમંત્રી અને વિદેશમંત્રીનું સમર્થન હોવાના કોઈ પુરાવા નથી અને તે માત્ર અટકળો જ છે.
નિવેદનમાં જણાવાયું છે કે, કેનેડા સરકારે આવા કોઈ દાવા કર્યા નથી અને કેનેડામાં ગુનાઇત પ્રવૃત્તિ સાથે ભારતીય નેતાઓનાં સંબંધ હોવાના કોઈ પુરાવા તેનાં ધ્યાનમાં નથી.
ભારત અને કેનેડા વચ્ચેનાં રાજદ્વારી સંબંધોમાં તિરાડને પગલે ઉપરોક્ત નિવેદન આવ્યું છે. અગાઉ, ઓક્ટોબર મહિનામાં કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટીન ટ્રુડોએ ભારત સરકાર પર કેનેડાની ધરતી પર ગુપ્ત અભિયાન હાથ ધર્યું હોવાનો આરોપ મૂક્યો હતો.
Site Admin | નવેમ્બર 22, 2024 2:27 પી એમ(PM) | કેનેડા