કેનેડાના પ્રધાનમંત્રી માર્ક કાર્નીએ 28 એપ્રિલે ત્વરિત ચૂંટણી યોજવાની જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું કે, કેનેડાને દેશને હાલમાં લિબરલ પાર્ટી કરતાં પણ વધુ મજબૂત જનાદેશ સાથે સરકાર મળે તે સુનિશ્ચિત કરવા માટે તેમણે ત્વરિત ચૂંટણીની જાહેરાત કરી છે. પડોશી દેશ અમેરિકા સાથેનું વેપાર યુદ્ધ અને કેનેડાને અમેરિરાનું 51મું રાજ્ય બનાવવા રાષ્ટ્રપતિ ટ્રમ્પની કેનેડાને જોડવાની વારંવારની ધમકીને ધ્યાનમાં રાખતા આ મહત્વની જાહેરાત છે.
કાર્નીએ જણાવ્યું હતું કે, તેમણે ગવર્નર જનરલને સંસદને ભંગ કરવા અને 28 એપ્રિલના રોજ ચૂંટણી યોજવાની વિનંતી કરી છે અને તેઓ સંમત થયા છે. અચાનક જાહેરાત દરમિયાન પ્રધાનમંત્રાએ કહ્યું કે ડોનાલ્ડ ટ્રમ્પ કેનેડાને તોડવા માંગે છે જેથી અમેરિકા તેની માલિકી મેળવી શકે. પરંતુ કેનેડા આવું નહીં થવા દે. ગંભીર જોખમ હોવાનો દાવો કરતાં તેમણે કહ્યું હતું કે, સાહસિક નિર્ણયો લેવા માટે તેમના દેશે મજબૂત જનાદેશ આપવાનું લક્ષ્ય રાખવું જોઈએ.
ઉલ્લેખનીય છે કે, શ્રી કાર્નીના પુરોગામી, જસ્ટિન ટ્રુડોએ તેમના પક્ષની અંદરના વધતા દબાણ તેમજ પિયર પોઇલીવરેની આગેવાની હેઠળના કેનેડાના વિરોધને કારણે એક સપ્તાહ પહેલાં રાજીનામું આપ્યું હતું.
Site Admin | માર્ચ 24, 2025 6:15 એ એમ (AM)
કેનેડાના પ્રધાનમંત્રી માર્ક કાર્નીએ 28 એપ્રિલે ત્વરિત ચૂંટણી યોજવાની જાહેરાત કરી
