ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જાન્યુઆરી 7, 2025 10:01 એ એમ (AM) | પ્રધાનમંત્રી

printer

કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડોએ સત્તાધારી લિબરલ પાર્ટીના નેતા પદેથી રાજીનામું આપવાની જાહેરાત કરી

કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડોએ સત્તાધારી લિબરલ પાર્ટીના નેતા પદેથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, નવા નેતાની પસંદગી ન થાય ત્યાં સુધી તેઓ પ્રધાનમંત્રી રહેશે. 11 વર્ષથી લિબરલ પાર્ટીના નેતા અને નવ વર્ષ સુધી પ્રધાનમંત્રી પદ પર રહેલા ટ્રુડો પોતાના પક્ષના સભ્યોના બળવાનો સામનો કરી રહ્યા હતા અને તેમની નીતિઓને કારણે તેઓ અપ્રિય પણ બન્યા હતા. ગઇકાલે સાંજે ઓટાવામાં એક ન્યૂઝ કોન્ફરન્સમાં આ જાહેરાત કરતા ટ્રુડોએ કહ્યું કે, શ્રેષ્ઠ પ્રયાસો છતાં મહિનાઓ સુધી સંસદમાં સંતોષકારક કામ ન થતાં તેમણે આ નિર્ણય લીધો છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ