ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ડિસેમ્બર 17, 2024 2:56 પી એમ(PM)

printer

કેનેડાના નાણામંત્રી અને નાયબ પ્રધાનમંત્રી ક્રિસ્ટિયા ફ્રીલેન્ડે ગઈકાલે અચાનક રાજીનામું આપ્યું હતું

કેનેડાના નાણામંત્રી અને નાયબ પ્રધાનમંત્રી ક્રિસ્ટિયા ફ્રીલેન્ડે ગઈકાલે અચાનક રાજીનામું આપ્યું હતું. પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડોને લખેલા પત્રમાં, ફ્રીલેન્ડે જણાવ્યું હતું કે, તેઓ અનેક મતભેદ ધરાવતા હતા. તેમણે ગઈકાલે 2024 ફોલ ઇકોનોમિક સ્ટેટમેન્ટ રજૂ કરવાના હતા તેના કલાકો અગાઉ જ રાજીનામું આપી દીધુ હતું.
સરકારના આર્થિક અહેવાલમાં જાણવા મળ્યું છે કે 31મી માર્ચે પૂરા થયેલા નાણાકીય વર્ષના લક્ષ્યાંક કરતાં ખાધ ઘણી મોટી હતી. કેનેડાના પબ્લિક સેફ્ટી મિનિસ્ટર ડોમિનિક લેબ્લેન્કને નવા નાણા મંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ