કેનેડાના ડેપ્યુટી મિનિસ્ટર ડેવિડ મોરિસન દ્વારા જાહેર સલામતી અને રાષ્ટ્રીય સુરક્ષા પરની સ્થાયી સમિતિ સમક્ષ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સામે કરેલા સંદર્ભોનો ભારતે સખત વિરોધ કર્યો છે.વિદેશ મંત્રાલયે ગઈ કાલે કેનેડિયન હાઈ કમિશનના પ્રતિનિધિને બોલાવીને ભારતે વિરોધ નોંધાવ્યો હતો. આજે બપોરે નવી દિલ્હીમાં મીડિયાને સંબોધતા મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે 29મી ઓક્ટોબરે ઓટ્ટાવામાં સ્થાયી સમિતિની કાર્યવાહી અંગે રાજદ્વારી નોંધ સોંપવામાં આવી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે કેનેડાના ઉચ્ચ અધિકારીઓ જાણીજોઈને આંતરરાષ્ટ્રીય મીડિયામાં પાયા વિહોણા સંકેતો લીક કરે છે જે વર્તમાન કેનેડિયન સરકારના રાજકીય એજન્ડાને છતા કરે છે.. તેમણે ચેતવણી આપી હતી કે આવી બેજવાબદારીભરી કાર્યવાહીના દ્વિપક્ષીય સંબંધો પર ગંભીર પરિણામો આવશે.કેનેડા દ્વારા ભારતીય અધિકારીઓ પર રાખવામાં આવતી નજર અંગે શ્રી જયસ્વાલે જણાવ્યું હતું કે ભારતના કેટલાક કોન્સ્યુલર અધિકારીઓને તાજેતરમાં કેનેડાની સરકાર દ્વારા જાણ કરવામાં આવી હતી કે તેઓ ઓડિયો અને વિડિયો સર્વેલન્સ હેઠળ છે .પ્રવક્તાએ કહ્યું કે ભારતે ઔપચારિક રીતે કેનેડા સરકારનો વિરોધ કર્યો છે.તેમણે કહ્યું કે કેનેડા સરકારની આ કાર્યવાહી પરિસ્થિતિને વધુ વિપરીત કરે છે અને તે રાજદ્વારી ધોરણો અને પ્રથાઓ સાથે અસંગત છે
Site Admin | નવેમ્બર 2, 2024 7:56 પી એમ(PM)
કેનેડાના ડેપ્યુટી મિનિસ્ટર ડેવિડ મોરિસન દ્વારા જાહેર સલામતી અને રાષ્ટ્રીય સુરક્ષા પરની સ્થાયી સમિતિ સમક્ષ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સામે કરેલા સંદર્ભોનો ભારતે સખત વિરોધ કર્યો છે
