કેનેડાના ટોરોન્ટોમાં મિનિયાપોલિસથી આવી રહેલું વિમાન લેન્ડિંગ દરમિયાન તૂટી પડયું હતું. જોકે વિમાનમાં સવાર તમામ 80 મુસાફરો ચમત્કારિક રીતે બચી ગયા છે, જ્યારે 18 લોકો ઇજાગ્રસ્ત થયા છે. આ સમય દરમિયાન, ક્રૂ મેમ્બર્સે સતર્કતા દાખવી અને મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં મદદ કરી હતી.
આ ઘટના અસામાન્ય હતી, કારણ કે મોટા પેસેન્જર વિમાનનું પલટી જવું દુર્લભ માનવામાં આવે છે. કેનેડિયન પરિવહન સુરક્ષા બોર્ડ યુએસ ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન અને રાષ્ટ્રીય પરિવહન સુરક્ષા બોર્ડ અકસ્માતની સંપૂર્ણ તપાસ કરશે. ડેલ્ટા એરલાઇન્સના મુખ્ય કાર્યકારી અધિકારી – CEO એડ બાસ્ટિયનએ એક નિવેદન જારી કરીને કહ્યું કે તેઓ ઘટનાની તમામ વિગતોની પુષ્ટિ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
Site Admin | ફેબ્રુવારી 18, 2025 2:37 પી એમ(PM) | કેનેડા
કેનેડાના ટોરોન્ટોમાં મિનિયાપોલિસથી આવી રહેલું વિમાન લેન્ડિંગ દરમિયાન તૂટી પડયું
