કેદારનાથ પદયાત્રાના માર્ગ પર ભેખડો ધસી પડવાને કારણે આજે સવારે, ત્રણ શ્રદ્ધાળુના મોત થયા હતા. ઘટનાસ્થળે NDRF, DDR, YMF અને વહીવટીતંત્રની ટુકડી રાહત તેમજ બચાવ કાર્યમાં જોડાઈ ગઈ છે.
જિલ્લા આપદા પ્રબંધન અધિકારી નંદનસિંહ રાજવરના જણાવ્યા અનુસાર, આજે સવારે 7.30 વાગ્યે, ગૌરીકુંડથી લગભગ 3 કિલોમીટર આગળ, કેદારનાથ ધામ તરફ જતા રસ્તા પર ચિરવાસા સ્થાને પહાડી પરથી કાટમાળ પડતા પદયાત્રીઓ ફસાયા હતા. ત્યારબાદ તમામ લોકોને તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્ર ગૌરીકુંડમાં મોકલવામાં આવ્યા હતા, જ્યાં મહારાષ્ટ્રના બે અને ઉત્તરાખંડના એક પદયાત્રીને મૃત જાહેર કરાયા છે.
સામાજિક માધ્યમના એક સંદેશમાં મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ કહ્યું છે કે, ‘કેદારનાથ માર્ગ ઘટનાસ્થળે રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે, હું અધિકારીઓના સતત સંપર્કમાં છું. અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને તાત્કાલિક સારવાર આપવા સૂચના આપવામાં આવી છે.