ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 2, 2024 3:21 પી એમ(PM) | રેસ્ક્યુ

printer

કેદારનાથમાં વરસાદ અને ભૂસ્ખલનમાં ફસાયેલા ગુજરાતના 17 યાત્રિકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું

કેદારનાથમાં વરસાદ અને ભૂસ્ખલનમાં ફસાયેલા ગુજરાતના 17 યાત્રિકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર મારફતે ઉત્તરાખંડ એસ.ઈ.ઓ.સી. નો સંપર્ક સાધી તાત્કાલીક બચાવ વ્યવસ્થા કરાવી હતી.કેદારનાથ ધામની યાત્રાએ ગયેલા અરવલ્લી જિલ્લાના 17 જેટલા ગુજરાતી યાત્રિકો ઉત્તરાખંડમાં મોટી લિન્ચોલી નજીક વરસાદ અને ભૂસ્ખલનને કારણે ફસાઈ ગયા હતાં. વાતાવરણ અનુકૂળ થતાં જ રાજ્યના આ બધા જ યાત્રિકોનેહે લિકોપ્ટર દ્વારા એરલિફ્ટ કરીને ગણતરીના કલાકોમાં જ સુરક્ષિત સ્થળે પહોંચાડી દેવામાં આવ્યા છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ