કેદારનાથમાં ભુસ્ખલનગ્રસ્ત વિસ્તારોમાં શનિવારે ત્રીજા દિવસે વરસાદ
વચ્ચે રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. ભારે વરસાદને કારણે કેદાર ખીણમાં
રસ્તાઓને નુકસાન થવાથી અટવાઇ ગયેલા શ્રદ્ધાળુઓ અને સ્થાનિક લોકોને સલામત
બહાર કાઢવા માટે કારણે જિલ્લા અને પોલીસ તંત્ર ઉપરાંત સલામતી દળો સતત
કામ કરી રહ્યા છે.
જિલ્લા વહીવટી તંત્ર અને ખાદ્ય વિભાગ દ્વારા ભીમબલી સહિતનાં સ્થળોએ
ફુડ પેકેટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. કેદારનાથ ધામના પદયાત્રા માર્ગમાં
નદીનું જળસ્તર વધવાને કારણે નદી કિનારેથી લોકોને સુરક્ષિત સ્થાનો પર લઈ
જવામાં મુશ્કેલી પડી રહી છે. તોસી ગામ, ચિરસાવા અને સોન પ્રયાગ-ગૌરી કુંડ વચ્ચે
ફસાયેલા મુસાફરોને બહાર કાઢવામાં આવી રહ્યા છે.