કેદરનાથ યાત્રા માર્ગ પર આજે સતત ચોથા દિવસે NDRF સહિત અન્ય સુરક્ષા દળોની મદદથી બચાવ કામગીરી હાથ ધરાઈ.આ માર્ગ પર ફસાયેલા 373 શ્રદ્ધાળુઓને બચાવીને લિનચોલીમોકલવામાં આવ્યા હતા. આ શ્રદ્ધાળુઓને લિનચોલીથીએરલિફ્ટ કરાશે. સ્થાનિક અધિકારીઓના જણાવ્યા અનુસાર કેદારનાથ હેલીપેડ પરહજી પણ 570 શ્રદ્ધાળુઓ, સ્થાનિક લોકો તેમજ મજૂરો એર લિફ્ટ માટે રાહ જોઈ રહ્યા છે. સ્થાનિક વહીવટી તંત્ર તેમજ સ્વંયસેવી સંસ્થાઓ દ્વારા લોકોનેફૂડ પેકેટ્સ્, પાણીની બોટલ અને ફળોનું વિતરણ કરાયું હતું. આ તરફ રામબાડા નજીક NDRF અને SDRFએ 110 શ્રદ્ધાળુઓને રેસ્ક્યૂ કરીનેચૌમાસી મોકલવામાં આવ્યા હતા. અત્યાર સુધી આ રૂટ પર 500થી વધુ શ્રદ્ધાળુઓ તેમજસ્થાનિક લોકોને બચાવાયા છે.
Site Admin | ઓગસ્ટ 4, 2024 7:08 પી એમ(PM)