કૃષિ સહાય યોજના પેકેજના ફોર્મ ભરવાના લાંચ કેસમાં અરવલ્લીનાં તલાટીને બે વર્ષની સજા કરવામાં આવી છે.
અમારા અરવલ્લીનાં પ્રતિનિધિ જણાવે છે કે, વર્ષ 2013માં કૃષિ સહાયનાં ફોર્મ ભરવા અંગે એક હજાર પાંચસો રૂપિયાની લાંચ કેસમાં પકડાયેલા તલાટીનો કેસ અરવલ્લી જિલ્લા સેશન્સ કોર્ટમાં ચાલી જતાં અદાલતે તલાટીને કસૂરવાર ઠરાવીને બે વર્ષની સજાનો આદેશ આપ્યો છે.
Site Admin | જાન્યુઆરી 11, 2025 3:40 પી એમ(PM)
કૃષિ સહાય યોજના પેકેજના ફોર્મ ભરવાના લાંચ કેસમાં અરવલ્લીનાં તલાટીને બે વર્ષની સજા કરવામાં આવી છે
