કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું છે કે કૃષિ માળખાકીય ભંડોળ હેઠળ દેશમાં 76 હજાર કરોડ રૂપિયાથી વધુની 72 હજાર માળખાકીય યોજના બનાવવામાં આવી છે. આ યોજનાનો હેતુ ખેડૂતોનું નુકસાન ઘટાડવા, ખેડૂતો વધુ મૂલ્ય પ્રાપ્ત કરી શકે, કૃષિમાં નવીનતાને પ્રોત્સાહન મળે અને કૃષિના વિકાસ માટે રોકાણ મેળવી શકે તેવો છે.
તેમણે કહ્યું કે આ યોજના હેઠળ, બેંકો અને નાણાકીય સંસ્થાઓ દ્વારા પાત્ર ઉધાર લેનારાઓને એક લાખ કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. લોકસભામાં પૂરક પ્રશ્નોનો જવાબ આપતા તેમણે જણાવ્યું હતું કે, સરકાર સંગ્રહ માટે યોગ્ય વ્યવસ્થા કરી રહી છે જેથી ખેડૂતોને તેમના પાકના વાજબી ભાવ મળી શકે. સરકાર ખેડૂતોનું પાક ઉત્પાદન વધારવા માટે સતત કામ કરી રહી હોવાનું જણાવતા તેમણે દેશમાં કૃષિ વિકાસ દર ચાર ટકાની આસપાસ હોવાનું જણાવ્યું હતું.
Site Admin | જુલાઇ 30, 2024 2:27 પી એમ(PM) | કેન્દ્રીય કૃષિ મંત્રી