ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

એપ્રિલ 19, 2025 8:54 એ એમ (AM)

printer

કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે સમાવેશી, સમાન અને ટકાઉ કૃષિ માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી

ભારતે કહ્યું છે કે તે સમાવેશી, સમાન અને ટકાઉ કૃષિ માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે. ગઈકાલે બ્રાઝિલમાં 15મી બ્રિક્સ કૃષિ મંત્રીઓની બેઠકને સંબોધતા કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે જણાવ્યું હતું કે જ્યાં સુધી નાના ખેડૂતોને સુરક્ષિત અને સશક્ત બનાવવામાં નહીં આવે ત્યાં સુધી વૈશ્વિક ખાદ્ય સુરક્ષાના લક્ષ્યાંકો અધૂરા રહેશે. તેમણે ભાર મૂક્યો કે ભારત માટે મહિલાઓને સામાજિક, આર્થિક અને રાજકીય રીતે સશક્ત બનાવવાનું એક મિશન છે. બેઠક દરમિયાન બ્રિક્સ કૃષિ મંત્રીઓએ જમીનના ધોવાણ, રણીકરણ અને જમીનની ફળદ્રુપતાના નુકશાનને સંબોધવા માટે બ્રિક્સ લેન્ડ રિસ્ટોરેશન પાર્ટનરશિપ શરૂ કરી. સંયુક્ત ઘોષણામાં, બ્રિક્સ દેશોએ વૈશ્વિક કૃષિ-ખાદ્ય પ્રણાલીને સામૂહિક રીતે ન્યાયી, સમાવિષ્ટ, નવીન અને ટકાઉ બનાવવાના તેમના સંકલ્પનો પુનરોચ્ચાર કર્યો.દરમિયાન, શ્રી ચૌહાણે બ્રિક્સ દેશોને આ વર્ષે પહેલી મેથી શરૂ થનારા વિશ્વ દ્રશ્ય શ્રાવ્ય મનોરંજન શિખર સંમેલન અને સપ્ટેમ્બર 2025માં યોજાનાર વિશ્વ ફૂડ ઇન્ડિયામાં ભાગ લેવા આમંત્રણ પણ આપ્યું.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ