કૃષિ મંત્રી રાઘવજી પટેલે રાજ્યમાં વાવેતરની વિગતો આપતા જણાવ્યું છે કે, રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થતા ખેડૂતોએ આશરે 70 લાખ હેક્ટર જમીનમાં ખરીફ પાકનું વાવેતર છે. જેમાં સૌથી વધુ 23 લાખ હેક્ટર જમીનમાં કપાસનું વાવેતર કરાયું છે. ઉપરાંત કુલ ૨૨.૯૦ લાખ હેક્ટર જમીનમાં તેલીબીયા પાકોનું વાવેતર કરાયું છે.મંત્રીશ્રીએ જણાવ્યું કે, રાજ્યમાં અત્યાર સુધીમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ ૬૦ ટકાથી
વધુ નોંધાયો છે. સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાત સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદને પગલે મોટા પાયે ખરીફ પાકનું વાવેતર કરાયું છે.ગત વર્ષે આ સમયગાળા દરમિયાન રાજ્યમાં ૭૪ લાખ હેક્ટરમાં ખરીફ પાકોનું વાવેતર થયું હતું. છેલ્લા ૩ વર્ષની સરેરાશ કાઢતા સામાન્ય રીતે રાજ્યમાં કુલ ૮૫ લાખ હેક્ટર વાવેતર વિસ્તારની સામે ચાલુ વર્ષે અત્યાર સુધીમાં ૮૧ ટકા જેટલા વિસ્તારમાં વાવેતર થઇ ગયું છે. જેમાં
કપાસ, મગફળી, એરંડા, તલ, સોયાબીન, ડાંગર, જુવાર સહિતના ખરીફ પાકોનું વાવેતર થયું છે.
Site Admin | ઓગસ્ટ 1, 2024 3:01 પી એમ(PM) | કૃષિ મંત્રી રાઘવજી પટેલ