કૃષિ મંત્રી રાઘવજી પટેલની અધ્યક્ષતામાં આજે ગાંધીનગર ખાતે ટેકાના ભાવે ચાલી રહેલી જણસોની ખરીદી અંગેની સમીક્ષા બેઠક યોજાઈ. આ બેઠકમાં તેમણે અધિકારીઓ સાથે ચર્ચા કરી ટેકાના ભાવે થતી ખરીદીની વિગતો મેળવી.. તેમજ ધીમી ચાલી રહેલી મગફળીની ખરીદી બાબતે અધિકારીઓ સાથે કરી ચર્ચા-વિચારણા કરી..
દરમિયાન જામનગરના હાપા માર્કેટ યાર્ડમાં છેલ્લા થોડા સમયથી વિવિધ જણસીઓની ભારે આવક થઇ રહી છે. જેમાં આજે ડુંગળીની ભારે આવક થઇ છે. ગઇકાલથી જ ખેડૂતો ડુંગળી ભરેલ વાહનો લઈ હાપા યાર્ડ પહોંચ્યા હતાં. ૨૨૫ જેટલા વાહનો ડુંગળી સાથે ખેડૂતો યાર્ડમાં આવ્યા હતાં. ૧૫ હજાર જેટલી ગુણીની આવકથી યાર્ડ ડુંગળીથી ઉભરાયું હતું. યાર્ડના ઇતિહાસમાં સૌપ્રથમ વખત ડુંગળીની આટલી આવકથી નવી જાહેરાત ન થાય ત્યાં સુધી ડુંગળીની આવક બંધ કરાઇ હતી.