કૃષિ મંત્રી રાઘવજી પટેલના હસ્તે “સર્વગ્રાહી કૃષિ વ્યવસાય નીતિ”ના ૮૨ લાભાર્થીઓને ૧૭ કરોડ રૂપિયાથી વધુની સહાય વિતરણ કરાઈ.
ગાંધીનગર ખાતે કૃષિ મંત્રી રાઘવજી પટેલના અધ્યક્ષ સ્થાને સર્વગ્રાહી કૃષિ વ્યવસાય નીતિ (૨૦૧૬-૨૧) હેઠળ નોંધાયેલા કૃષિ ઉદ્યોગ સાહસિકોને સહાય વિતરણ કરવાનો સમારોહ યોજાયો હતો. શ્રી પટેલે લાભાર્થીઓને શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતું કે, રાજ્ય સરકારની મહત્વકાંક્ષી સર્વગ્રાહી કૃષિ વ્યવસાય નીતિ અમલમાં આવવાથી કૃષિ ક્ષેત્રના ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન અને નાણાકીય સહાય મળી તેમજ કૃષિ ક્ષેત્રે મૂલ્યવર્ધનની તકો અનેકગણો વધારો થયો છે.
મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યુ હતું કે, સર્વગ્રાહી કૃષિ વ્યવસાય નીતિ અમલમાં આવતા રાજ્યના કૃષિ ઉદ્યોગોમાં મૂડીરોકાણોને વેગ મળ્યો છે. સાથે જ ખેડૂતોની આવકમાં પણ વધારો થયો છે. આ નીતિના માધ્યમથી રાજ્યના અનેક કૃષિ ઉદ્યોગો અને ઉદ્યોગો થકી ગ્રામીણ વિસ્તારમાં રોજગારીની વધુ તકો ઉભી થઇ રહી છે.
Site Admin | ઓગસ્ટ 20, 2024 7:20 પી એમ(PM) | કૃષિમંત્રી