કૃષિ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના મંત્રી રાઘવજી પટેલના હસ્તે જામનગરના બેરાજા ખાતે જગેડી નદી પર પાંચ કરોડના ખર્ચે બનનારા મેજર બ્રિજનું ખાતમુહૂર્ત કરાયું. આ પ્રસંગે તેમણે જણાવ્યું કે આ વિસ્તારના અનેક ગામોની વર્ષો જૂની માંગણીને ધ્યાને રાખી સરકારે પુલ બનાવવાની મંજૂરી આપી છે. તેમણે કહ્યું ગ્રામીણ ક્ષેત્રે પ્રાથમિક સુવિધાઓ વધે તે માટે રાજ્ય સરકાર પૂરતા પ્રયાસો કરી રહી છે. આ પુલના નિર્માણથી પસાયા, બેરાજા, જગા-મેડી, સપડા સહિતના ગામોને ચોમાસા દરમિયાન આવાગમનમાં પડતી મુશ્કેલીઓનો અંત આવશે.
Site Admin | એપ્રિલ 13, 2025 3:17 પી એમ(PM)
કૃષિ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના મંત્રી રાઘવજી પટેલના હસ્તે જામનગરના બેરાજા ખાતે જગેડી નદી પર પાંચ કરોડના ખર્ચે બનનારા મેજર બ્રિજનું ખાતમુહૂર્ત કરાયું.
