ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ફેબ્રુવારી 12, 2025 7:49 પી એમ(PM) | રાષ્ટ્રીય બેંક નાબાર્ડ

printer

કૃષિ અને ગ્રામીણવિકાસ માટેની રાષ્ટ્રીય બેંક નાબાર્ડે આગામી વર્ષ માટે ગુજરાતની પ્રાથમિક ક્ષેત્ર માટેની કુલ ધિરાણ ક્ષમતા 4 કરોડ 93 લાખ 33 હજાર રૂપિયા આંકી

કૃષિ અને ગ્રામીણ વિકાસ માટેની રાષ્ટ્રીય બેંક નાબાર્ડે આગામી વર્ષમાટે ગુજરાતની પ્રાથમિક ક્ષેત્ર માટેની કુલ ધિરાણ ક્ષમતા 4 કરોડ 93 લાખ 33 હજાર રૂપિયા આંકી છે, જે ગયા વર્ષેની અંદાજિત ધિરાણ ક્ષમતા કરતા 39 ટકા વધુ છે. નાબાર્ડે આજે ગાંધીનગરમાં કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ અંજુ શર્માની હાજરીમાં ગુજરાત માટેના ફોકસ પેપરનું અનાવરણ કર્યું.અંજુ શર્માએ રાજ્યમાં કૃષિ ક્ષેત્રને મજબૂત બનાવવા જાહેર ક્ષેત્રઅને વાણિજ્યિક બેંકોને પ્રાથમિક ક્ષેત્ર માટેના તેમના ધિરાણમાં વધારો કરવા અનુરોધ કર્યો. તેમણે ખેડૂતોને ધિરાણ આપવામાં બેંકો અને નાણાકીય સંસ્થાઓની મુખ્ય ભૂમિકા હોવાનું જણાવતા કૃષિ ધિરાણ અંગેના પ્રાદેશિક અસંતુલન અંગે ચિંતા વ્યક્ત કરી.આ પ્રસંગે નાબાર્ડના ચીફ જનરલ મેનેજર બી.કે. સિંઘલે આકાશવાણી સાથે વાત કરતા જણાવ્યું કે ક્રિસાન ક્રેડિટ લોનની મર્યાદામાં તેમજ રિઝર્વ બેન્ક દ્વારા બિન જામીન લોનમાં કરાયેલા વધારાને કારણે ખેડૂતોને આવનાર વર્ષોમાં વધુ ધિરાણ ઉપલબ્ધ થશે.  (બાઈટ B K SINGHAL, NABARD)

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ