કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું છે કે સરકાર ઉત્પાદન અને વપરાશ કરતા રાજ્યો વચ્ચેના ભાવનો તફાવત દૂર કરવા માટે પરિવહન અને સંગ્રહનો ખર્ચ ઉઠાવશે.
ગઇકાલે નવી દિલ્હીમાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના કૃષિ મંત્રી સાથેની સમીક્ષા બેઠક દરમિયાન શ્રી ચૌહાણે જણાવ્યું હતું કે આ વર્ષે કૃષિ અને સંલગ્ન ક્ષેત્રોનો વિકાસ દર 3.5 ટકાથી 4 ટકાની વચ્ચે રહેવાની સંભાવના છે. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ હેઠળ 11 કરોડ ખેડૂતોને 18 હપ્તામાં અંદાજે 3 લાખ 46 હજાર કરોડ રૂપિયાની રકમનું વિતરણ કરવામાં આવ્યું છે.
શ્રી ચૌહાણે કહ્યું કે કિસાન ક્રેડિટ કાર્ડ પર ઓછા વ્યાજે લોનની જોગવાઈ સહિત અનેક પગલાં લેવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે કૃષિ ક્ષેત્રમાં પ્રગતિ થઈ રહી છે અને તેમનું મંત્રાલય આ માટે સતત પ્રયાસો કરી રહ્યું છે. તેમણે માહિતી આપી હતી કે રાસાયણિક ખાતરોના સતત ઉપયોગથી જમીનને થતા નુકસાનને ટાળવા માટે કુદરતી ખેતી મિશનને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે અન્ય એક અભિયાન પણ ચલાવવામાં આવી રહ્યું છે.
Site Admin | જાન્યુઆરી 5, 2025 8:40 એ એમ (AM) | શિવરાજ સિંહ ચૌહાણ