ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 21, 2024 10:33 એ એમ (AM)

printer

કૃષિમંત્રી રાઘવજી પટેલે “સર્વગ્રાહી કૃષિ વ્યવસાય નીતિ”ના 82 લાભાર્થીને 17 કરોડ રૂપિયાથી વધુની સહાયનું વિતરણ કર્યું.

કૃષિમંત્રી રાઘવજી પટેલના હસ્તે “સર્વગ્રાહી કૃષિ વ્યવસાય નીતિ”ના 82 લાભાર્થીઓને 17 કરોડ રૂપિયાથી વધુની સહાય વિતરણ કરાઈ. ગાંધીનગર ખાતે કૃષિ મંત્રીના અધ્યક્ષ સ્થાને સર્વગ્રાહી કૃષિ વ્યવસાય નીતિ હેઠળ નોંધાયેલા કૃષિ ઉદ્યોગ સાહસિકોને સહાય વિતરણ કરવાનો સમારોહ યોજાયો હતો. શ્રી પટેલે લાભાર્થીઓને શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું કે, સર્વગ્રાહી કૃષિ વ્યવસાય નીતિ અમલમાં આવવાથી ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન અને નાણાકીય સહાય મળી તેમ જ કૃષિ ક્ષેત્રે મૂલ્યવર્ધનની તકમાં વધારો થયો છે. મંત્રીશ્રીએ ઉંમેર્યું કે, આ નીતિ અમલમાં આવતા કૃષિ ઉદ્યોગોમાં મૂડી રોકાણોને વેગ મળ્યો અને ખેડૂતોની આવકમાં પણ વધારો થયો છે. આ નીતિના માધ્યમથી અનેક કૃષિ ઉદ્યોગો થકી ગ્રામીણ વિસ્તારમાં રોજગારીની વધુ તકનું સર્જન થઇ રહ્યું છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ