કૃષિમંત્રી રાઘવજી પટેલની ઉપસ્થિતીમાં જામનગરના મોટા ઇટાળા ખાતે ‘એક પેડ માઁ કે નામ’ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાઇ ગયો.
આ પ્રસંગે મંત્રીશ્રીએ આ અભિયાનમાં સહભાગી થઈ, વધુ વૃક્ષો વાવવા લોકોને અપીલ કરી હતી. વૃક્ષોને નુકસાન કરનારા તત્વો સામે આગામી સમયમાં કડક કાર્યવાહી હાથ ધરાશે, તેમ પણ મંત્રીશ્રીએ જણાવ્યું હતું. વૃક્ષારોપણ માટે સરકાર અનેક પ્રયત્નો કરી રહી છે ત્યારે સરકારના આ હરિયાળા સંકલ્પમાં લોક ભાગીદારી સાથે ધાર્યું પરિણામ મેળવવા માટે મંત્રીશ્રીએ લોકોને અનુરોધ કર્યો હતો.
કાર્યક્રમ દરમિયાન, વૃક્ષારોપણ તથા પ્રકૃતિ જતન અંગેની વિશિષ્ટ કામગીરી કરનાર નાગરિકોને મંત્રીશ્રી દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમજ સૌ નાગરિકોએ વૃક્ષારોપણ કરવાના તેમજ ‘એક પેડ માઁ કે નામ’ અભિયાનમાં સહભાગી થવાના શપથ ગ્રહણ કર્યા હતા.
આ સાથે, પાટણ તાલુકાના નોરતા ધામ ખાતે પણ શ્રી દોલતરામ મહારાજના આશ્રમમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાઇ ગયો, જેમાં 500થી વધુ વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું હતું જ્યારે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે જાહેર જનતાને વૃક્ષના રોપાઓનું વિતરણ કર્યું હતું.
Site Admin | જુલાઇ 14, 2024 3:24 પી એમ(PM)
કૃષિમંત્રી રાઘવજી પટેલની ઉપસ્થિતીમાં જામનગરના મોટા ઇટાળા ખાતે ‘એક પેડ માઁ કે નામ’ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાઇ ગયો
