ઉત્તરપ્રદેશના પ્રયાગરાજના કુંભમેળામાં સંસોધન કરવા માટે ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. ગુજરાત યુનિવર્સિટીમાં અભ્યાસ કરતાં આવા 40 વિદ્યાર્થીઓ કુંભમેળામાં રૂબરૂ જઈને સંશોધન કરી રિપોર્ટ તૈયાર કરશે.
આ આમંત્રણ બાદ યુનિવર્સિટીના અલગ અલગ વિભાગમાં અભ્યાસ કરતા 40 જેટલા વિદ્યાર્થીઓ કુંભમેળામાં જઈને કુંભમેળાની અલગ અલગ બાબતો સંદર્ભે સંશોધન કરી રિપોર્ટ તૈયાર કરશે. આગામી 13 મી જાન્યુઆરીથી 26 ફેબ્રુઆરી સુધી પ્રયાગરાજમાં કુંભમેળાનું આયોજન થઈ રહ્યું છે. જેમાં ચાલુ વર્ષે 40 કરોડથી વધારે શ્રદ્ધાળુઓ આ કુંભમેળામાં ભાગ લે તેવું અનુમાન છે.