કાશ્મીર ખીણમાં ભીષણ ઠંડીની શરૂઆત થઈ ગઈ છે. શ્રીનગર-લેહ ધોરીમાર્ગ પર જોજિલા પાસ ખાતે ગઈ કાલે લઘુતમ તાપમાન માઇનસ 19 ડિગ્રી નોંધાયું હતું. શ્રીનગરમાં ઠંડીમાં સાધારણ ઘટાડો થતાં તાપમાન માઇનસ બે ડિગ્રીએ પહોંચ્યું હતું.
શોપિયાંમાં માઇનસ 4.5, પહેલગાંવ અને બાંદીપોરામાં માઇનસ 4.3 તાપમાન નોંધાયું હતું, જ્યારે લોકપ્રિય પર્યટન સ્થળ ગુલમર્ગ ખાતે માઇનસ 3.6 ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહ્યું હતું.
હવામાન વિભાગે 14 ડિસેમ્બર સુધી કાશ્મીરના મેદાની વિસ્તારોમાં શુષ્ક હવામાનની અને પર્વતીય વિસ્તારોમાં હળવો વરસાદ અને બરફવર્ષા થવાની સંભાવના વ્યક્ત કરી છે.
Site Admin | ડિસેમ્બર 7, 2024 2:49 પી એમ(PM)
કાશ્મીર ખીણમાં ભીષણ ઠંડી શરૂ..
